હાયજેનિક અને ફટાફટ બની જતી સ્વાદિષ્ટ ડિશ

Information about હાયજેનિક અને ફટાફટ બની જતી સ્વાદિષ્ટ ડિશ

Published on July 15, 2014

Author: saritadaka

Source: authorstream.com

Content

PowerPoint Presentation: સામગ્રી 1 કપ ચણાનો લોટ 1/2 ટી સ્પૂન લીંબુનાં ફુલ 1/4 ટીસ્પૂન હળદર 2 1/2 કપ પાણી 2 ટેબલ સ્પૂન તેલ 1/2 ટી સ્પૂન રઈ 1 ટી સ્પૂન તલ 3-4 લીલા મરચાં 4 ટેબલ સ્પૂન કોથમીર 2 ટેબલ સ્પૂન કોપરાની છીણ મીઠું સ્વાદઅનુસાર રીત - ચણાના લોટમાં મીઠું , લીંબુના ફુલ હળધર અને પાણી નાખી ખીરુ બનાવો - તેને ગેસ પર ગરમ કરો અને હલાવતા રહો - થોડુ જાડું કે જેને પાથરતાં તે ઉખડી શકે તેવું ઘટ રાખો - તેને થાળીમાં કે કુંકિંગ સ્ટેડ પર પાથરી ઠરી જાય એટલે ગોળ ગોળ વીંટા વાળી લો - ગેસ પર એક વાસણમાં તેલ , રાઈ , તલઅને લીલાં મરચાં નાખી વઘાર તૈયાર કરો - વઘાર વીંટા ઉપર રેડો તેમજ કોથમીર અને ટોપરાંની છીણથી ગાર્નિશ કરો હાયજેનિક અને ફટાફટ બની જતી સ્વાદિષ્ટ ડિશ ' ખાંડવી ' PowerPoint Presentation: સામગ્રી     પ્રોસેસ્ડ ચીઝ , ગ્રેટેડ - ૧ કપ     બોઇલ્ડ મેક્રોની - ૩૦૦ ગ્રામ     બટર - ૬ ટેબલસ્પૂન     મેંદો - ૨ ટેબલસ્પૂન     દૂધ - ૨ કપ     મીઠું - સ્વાદ પ્રમાણે     મરી- અધકચરા     બ્રેડ ક્રમ્સ - ૨ ટેબલસ્પૂન     વ્હાઇટ પેપર પાઉડર - સ્વાદ પ્રમાણે રીત     ઓવનને ૨૦૦ ડિગ્રીષ્ઠ પર પ્રીહિટ કરી તેમાં એક નોનસ્ટિક પેનમાં ૨ ટેબલસ્પૂન બટર ગરમ કરી લો.     ત્યારબાદ તેમાં મેંદાનો લોટ નાખી સહેજ વાર શેકો પરંતુ ધ્યાન રાખો કે મેંદો ગોલ્ડન બ્રાઉન ન થઈ જાય.     પછી તેમાં દૂધ નાખી સરખી રીતે મિક્સ કરી લો જેથી તેમાં ગાંઠા ન પડે.     હવે તેમાં મીઠું , વ્હાઇટ પેપર પાઉડર અને અડધું ચીઝ નાખીને મિક્સ કરો.     ચીઝ નાખ્યા બાદ સોસ સહેજ ઘટ્ટ થઈ ગયો હશે એટલે તેને એડજસ્ટ કરવા માટે તેમાં થોડું દૂધ ઉમેરો.     હવે તેમાં મેક્રોની નાખી સરખી રીતે મિક્સ કરી તેને ૭ ઈંચની બેકિંગ ડિશમાં મૂકી તેની ઉપર બ્રેડ ક્રમ્સ છાંટો.     તેની ઉપર બટર , ચીઝ અને અધકચરા મરી નાખી ઓવનમાં ચીઝ મેલ્ટ થાય અથવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી બેક કરો અને ગરમ ગરમ સર્વ કરો. બનાવો બાળકોની ફેવરિટ ચીઝ મેક્રોની 'નાયલોન ખમણ': ' નાયલોન ખમણ ' સામગ્રી: 1 કપ પાણી 1 કપ બેસન 1/2 ટી. સ્પૂન લીંબુના ફૂલ 1 1/2 ( દોઢ) ટે. સ્પૂન ખાંડ 1 ટી. સ્પૂન આદુ મરચાની પેસ્ટ 1 1/2 ટી. સ્પૂન ઇનો (ફ્રુટ સોલ્ટ) ચપટી હળદર 1 ટી. સ્પૂન મીઠું વઘાર માટે : 2 ટે. સ્પૂન તેલ 1 ટી. સ્પૂન રાઈ 2 લીલા મરચા ઝીણા સમારેલા ચપટી હિંગ 1 ટી. સ્પૂન તલ (નાખવા હોય તો) 2 ટે. સ્પૂન ખાંડ અને 1 વાટકી પાણી હૂંફાળું મિક્સ કરવું રીત: - એક તપેલામાં પાણી નાખી 8 થી 10 ઇંચ પહોળી થાળીમાં તેલ લગાવીને ગરમ કરવા મૂકો. - એક પહોળા વાસણમાં પાણી લઈને તેમાં લીંબુના ફૂલ , મીઠું અને ખાંડ ઓગાળો. આ પાણીમાંથી અડધો કપ પાણી કાઢી લો - બાદમાં વધેલાં પાણીમં ધીમે ધીમે બેસન નાખીને હલાવી લો. ત્યાર પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને હળદર ઉમેરી મિક્સ કરો. - પછી તેમાં ઇનો નાખીને હલાવો જેથી ખીરુ ફૂલી જશે આ મિશ્રણને હલાવતા હલાવતા જ થાળીમાં રેડી લો. -15 થી 20 મિનિટ ઢાંકીને ચડવા દો. ચડી ગયા પછી બહાર કાઢી લો. - એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ ઉમેરો , રાઈ તતડે પછી લીલા મરચાના ટુકડા , તલ અને હીંગ ઉમેરો - થાળીમાં તૈયાર નાયલોન ખમણ ઉપર આ વઘાર રેડી દો. - હવે તેનાં પર સાઈડ કાઢી રાખેલું હૂંફાળું ખાંડનું પાણી રેડો. - લો તૈયાર છે દરેકને ભાવે તેવાં નાયલોન ખમણ તેને ગ્રિન ચટણી સાથે સર્વ કરો. ઢોંસા: ઢોંસા સામગ્રી બાફેલા બટાટા - ૨ નંગ મેંદો - ૨ ટેબલસ્પૂન લીલાં મરચાં - ૨ નંગ સમારેલી કોથમીર - ૧ ટેબલસ્પૂન તેલ - ૨થી ૩ ટેબલસ્પૂન મીઠું - સ્વાદ પ્રમાણે રીત એક બાઉલમાં બટાટાનો માવો કરી તેમાં મેંદો અને મીઠું મિક્સ કરી લો. બધી વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી થોડું પાણી નાખી તેનું ઘટ્ટ ખીરૂ બનાવી લો. હવે તેમાં સમારેલી કોથમીર અને લીલાં મરચાં નાખી મિક્સ કરી લો. ત્યારબાદ નોનસ્ટિક પેનમાં ૧ ટીસ્પૂન તેલ મૂકો , તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ઢોંસાનું ખીરૂ પાથરી લો. ઢોંસાની ફરતે સહેજ તેલ મૂકી સહેજ વાર ગોલ્ડન બ્રાઉન થવા દો અને પછી બીજી બાજુ ફેરવી દો. ઢોંસા બંને બાજુથી સરખા શેકાય જાય એટલે તેને લીલી ચટણી અથવા દહીં સાથે ગરમ ગરમ સર્વ કરો. ઈડલી: ઈડલી સામગ્રી અળદની દાળ - ૧/૪ કપ ચોખા - ૧/૨ કપ ચણાની દાળ - ૧/૪ ટેબલસ્પૂન દહીં - ૧/૮ કપ કાજુ - ૧૦૦ ગ્રામ લીલાં મરચાં - ૨ નંગ નારિયેળ - ૧/૨ કપ આદું - ૧/૪ ટીસ્પૂન રીત અળદની દાળ અને ચોખાને પાણીમાં ધોઈ ૪ કલાક સુધી પલાળી લો. ચણાની દાળને પણ એક બીજા બાઉલમાં પાણીથી ધોઈ પલાળી દો. હવે અળદની દાળ અને ચોખાને પાણીમાંથી કાઢી મિક્સરમાં વાટી લો. ત્યારબાદ તેને કોઈ ગરમ જગ્યાએ ઢાંકીને ૮ કલાક સુધી આથો આવવા દો. હવે આ મિશ્રણમાં કાજુ ,  દહીં , લીલાં મરચાં , આદું , લાલ મરચું , લીમડો , ઘી , મીઠું અને પલાળેલી ચણાની દાળ મિક્સ કરીદો. હવે ઈડલીના સાંચામાં ઘી લગાવી ઈડલીનું મિશ્રણ ભરી ૧૦થી ૧૨ મિનિટ વરાળમાં ઈડલીને બાફી લો. ઈડલી સરખી રીતે બફાય જાય એટલે ગરમ ગરમ સર્વ કરો. લાલું મરચું - ૧/૨ ટીસ્પૂન મીઠું - સ્વાદ પ્રમાણે મીઠો લીમડો - ૫થી ૬ પાન તેલ - ૩ ટેબલસ્પૂન ઘી - ૧ ટેબલસ્પૂન કોઈપણ પ્રકારનાં ઉપવાસમાં ભાવે અને પેટ ભરાય તેવી સાબુદાણાની ખીચડી: કોઈપણ પ્રકારનાં ઉપવાસમાં ભાવે અને પેટ ભરાય તેવી સાબુદાણાની ખીચડી સામગ્રી: 250 ગ્રામ સાબુદાણા(ધોઈ ને ૪ કલાક પલાળેલા) 200 ગ્રામ બટાકા 25 ગ્રામ સિંગ 1 ટેબ.સ્પૂન દળેલી ખાંડ 2 ટેબ.સ્પૂન તેલ સ્વાદ પ્રમાણે સિંધવ મીઠુ 1 ટેબ.સ્પૂન લાલ મરચું 1 નંગ લીંબૂ નો રસ રીત: - સૌ પહેલાં પલાળેલા સાબુદાણામાં એકાદ સ્પૂન તેલ નાખી તેને વરાળથી બાફી લો (આમ કરવાથી તે ચોટશે નહીં) - હવે આ સાબુદાણાને એક કઢાઈમાં સહેજ તેલ મુકી તેમાં મીઠો લીમડો અને જીરૂનો વઘાર મુકી સાબુદાણાને 10-12 મીનિટ માટે સાંતળો - તેલમાં સિંગ પણ સાંતળી લો બાદમાં તેને બહાર કાઢી લો - હવે બાફેલા બટાકા ના ટુકડા સિંધવ , મરચું , લીંબુ નો રસ અને દળેલી ખાંડ , તળેલી સિંગ ઉમેરી બરોબર હલાવી લો. - ખીચડી ને બાઉલ માં કાઢી દબાવી અન મોલ્ડ કરો - ત્યાર બાદ તેમાં ઝીણી સમારેલી કોથમીર , દાડમ ના દાણા અને ફરાળી ચેવડા થી ગાર્નીશ કરી સર્વ કરો. ગાર્નીશિંગ માટે: દાડમ ના દાણા ફરાળી ચેવડો ઝીણી સમારેલી કોથમીર મસાલા શીંગ નો ભૂકો 4 વ્યક્તિઓ માટે બનાવો દાલ બાટી: 4 વ્યક્તિઓ માટે બનાવો દાલ બાટી બાટી બનાવવા માટે સામગ્રી 4 કપ ઘઊંનો લોટ (કકરો) 1 કપ બેસન 1 કપ ઘી 1/2 કપ દહીં 1 ટેબલ સ્પૂન અજમો નમક – સ્વાદ અનુસાર રીત - લોટમાં દહીં , બેસન , ઘી , અજમો તથા જરૂરીયાત અનુસાર પાણી નાખીને નરમ કણક બાંધી લો. - લીંબુ જેવા આકારના ગોળા બનાવી લો - તેને ઢાંકીને એક કલાક માટે મુકી રાખવા. - ત્યારબાદ ગરમ કોલસા પર અથવા તો ગેસ પર એકદમ ધીમી આંચ પર વારાફરતી સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકી લો. - પછી ગરમ ઘીમાં ડુબાડી રાખવા. સામગ્રી દાલ બનાવવા માટે 100 ગ્રામ મગની છોડાં વાળી દાળ 50 ગ્રામ ચણા દાળ 50 ગ્રામ તુવર દાળ 50 ગ્રામ અડદ દાળ 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી 1 નંગ ટામેટું બારીક કાપેલું કોથમીર થોડી 2 ટેબલ સ્પૂન ઘી 1/2 ટી સ્પૂન હળદર 1/2 ટી સ્પૂન ગરમ મસાલો 1 ટેબલ સ્પૂન લાલ મરચું 1 ટેબલ સ્પૂન લસણ આદુની પેસ્ટ હીંગ – ચપટી ભર લીંબુ – એક રીત - બધી દાળ એક સાથે ચડાવીને તૈયાર કરી લો. - એક તપેલીમાં બે ચમચી ઘી નાખીને જીરુ , તમાલપત્ર અને ચપટીભર હીંગ લઇ , ડુંગળી તથા આદુ લસણની પેસ્ટ સાતળો - તે થોડા ભૂરા રંગનો થાય ત્યાં સુધી ચડાવો. - ત્યારબાદ ટામેટું નાખી થોડી વાર પકાવો. - ત્યારબાદ બધા મસાલા , દાળ તથા મીઠું નાખીને દાળ ચઢે ત્યાં સુધી સીઝવા દો. - દાળને કોથમીરથી સજાવી લીંબું નિચોવી દો - ખાતી વખતે ગરમ બાટીને દાળમાં ડુબાડીને ખાવો. 'કંદમૂળ બેક્ડ ડિશ': ' કંદમૂળ બેક્ડ ડિશ ' સામગ્રી   ૩ નંગ મોટા બટાકા , ૧ શક્કરિયું , ૪ ટે. સ્પૂન બાફેલા વટાણા.   ૧ કપ દૂધ , ૧ ટે. સ્પૂન મેંદો ,  ૨ ટે. સ્પૂન ચીઝ , ૦ ।। ટી. સ્પૂન બટર.   મીઠું , મરી , ખાંડ , ૧ ટી. સ્પૂન ઝીણું સમારેલું લીલું મરચું.   ૨ ટે. સ્પૂન ટમાટો કેચઅપ , ૦ ।   ટી. સ્પૂન રેડ ચીલી સોસ. રીત   બટાકા ,  શક્કરિયાને મીઠાના પાણીમાં બાફવાં. છોલીને જાડી સ્લાઇસ કરવી.   દૂધ , મેંદો ,  બટર તથા ચીઝ ભેગાં કરી , ધીરે તાપે હલાવવાં. જાડો સોસ તૈયાર કરવો.   મીઠું , મરી , ખાંડ , લીલાં મરચાં , ચીલી સોસ નાખવાં.   બેકિંગ ડિશમાં બટર લગાવી થોડો સોસ પાથરવો. તેના ઉપર શક્કરિયાની તેમજ બટાકાની સ્લાઇસ પાથરવી.   વ્હાઇટ સોસ ચારે તરફ પાથરી છીણેલું ચીઝ ભભરાવવું. વટાણા તથા ટામાટો કેચઅપનાં ટપકાં મૂકી વાનગીને બેક કરવી.   ગરમ ' કંદમૂળ બેક્ડ ડિશ '   ઉપયોગમાં લેવી. નોંધ : બટાકા ,  શક્કરિયા ઘણા કાર્બોદિત ધરાવે છે. તે સ્ટાર્ચના સ્વરૂપમાં હોય   છે. વટાણા તથા વ્હાઇટ સોસના મેંદામાંથી પણ સ્ટાર્ચ પ્રાપ્ત થાય છે.   આ જટિલ શર્કરા ,  શરીરમાં સાદી શર્કરામાં રૂપાંતર પામે છે. પિઝા : પિઝા સામગ્રી ૧ વાડકી રાજમા. ૦ ।। વાડકી ઘઉંનો લોટ + ૦। વાડકી મેંદો + ૦। વાડકી સોયાફ્લોર ,  ૨ ટે. સ્પૂન તેલ. ૩ ટામેટાં , ૨ કાંદા ,  ૮ કળી લસણ. મીઠું , ૧ ટી. સ્પૂન લાલ મરચું , ૦ ।। ટી. સ્પૂન ઓરેગનો ,  ૨ ટી. સ્પૂન ખાંડ , ૨ ટે. સ્પૂન પનીર. ૪થી ૫ ટે. સ્પૂન છીણેલું ચીઝ , ૨ કેપ્સિકમ , ૨ લીલા કાંદા , ચીલી ફ્લેક્સ. ૧ ટે. સ્પૂન તેલ , ૧ ટે. સ્પૂન બટર. રીત રાજમાને ૭થી ૮ કલાક પલાળ્યા બાદ પ્રેશરકૂક કરવા. નિતારીને ચમચાથી સહેજ દબાવી , અધકચરા કરવા. ટામેટા તથા કાંદાને ઝીણાં સમારવાં. તેલ ગરમ મૂકી કાંદા , ખાંડેલું લસણ તથા ટામેટાં સાંતળવાં. થોડી વાર બાદ રાજમા ઉમેરવા. મીઠું , લાલ મરચું , ખાંડ , ઓરેગનો નાખી લચકા પડતું થાય એટલે ઉતારી લેવું. ઉપર પનીર ભભરાવવું. લીલા કાંદા તથા કેપ્સિકમને ઝીણાં સમારી બાજુએ રાખવાં. ત્રણે લોટ ભેગા કરી , મીઠું તથા મ્હોણ નાખી , ભાખરી જેવો લોટ બાંધવો. થોડી મોટી ભાખરી વણી સળી વડે કાંણાં પાડવાં. દરેક ભાખરી તવી ઉપર આછી શેકી જાળી ઉપર મૂકવી. રાજમાનું મિશ્રણ પાથરી લીલા કાંદા ,  કેપ્સિકમ મૂકવાં. છીણેલું ચીઝ તથા ચપટી ચીલી ફ્લેક્સ ભભરાવવા. ઓવનમાં બેક કરી ગરમ પિઝા સર્વ કરવા.   4 વ્યક્તિઓ માટે બનાવો રજવાડી છાશ: 4 વ્યક્તિઓ માટે બનાવો રજવાડી છાશ સામગ્રી 2 કપ દહીં 2 ગ્લાસ પાણી મીઠું સ્વાદ અનુસાર શેકેલું જીરું જીણો સમારેલો ફુદીનો જીણી સમારેલી કોથમીર જીણુ સમારેલુ લીલુ મરચું રીત- - દહીંમાં પાણી ઉમેરી તેને ગ્રાઈન્ડરથી વ્યવસ્થિત ગ્રાઈન્ડ કરી લો - તેમાં શેકેલુ જીરું , ફુદીનો કોથમીર અને લીલુ મરચું ઉમેરો - સ્વાદ અનુસાર મીઠું ઉમેરો લ્યો તૈયાર છે આપની રજવાડી છાશ સાતપડી પૂરી: સાતપડી પૂરી સામગ્રી ઘઉંનો લોટ - ૧ કપ મેંદો - ૧ કપ શેકેલું જીરું અને અજમો - ૧ ટીસ્પૂન મોણ માટે તેલ - ૧ ટેબલસ્પૂન અધકચરાં ખાંડેલા મરી - ૧ ટીસ્પૂન તળવા માટે તેલ - ૧ ટેબલસ્પૂન સાટો (ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલું મિશ્રણ) - ૧   ટેબલસ્પૂન મીઠું સ્વાદ પ્રમાણે રીત સૌ પ્રથમ ઘઉંના લોટ અને મેંદાને સાથે ચાળી લો. તેમાં મીઠું , મરી ,  શેકેલું જીરું અને અજમો નાખી સારી રીતે મિક્સ કરી લો. હવે મોણ માટે તેલ ઉમેરી અને પાણી વડે લોટ બાંધી લો. લોટ રોટલીના લોટથી સહેજ કડક લોટ બાંધવો. બાંધેલા લોટમાંથી મોટા મોટા રોટલા વણી લો. હવે ચોખાનો લોટ અને ઘી ભેળવીને બનાવેલો સાટો આખા રોટલા પર લગાવી રોટલાનો રોલ વાળી દો. આ રોલને નાના ટુકડામાં કાપીને દબાવીને નાની નાની પૂરી વણી લો. એક કડાઈમાં તેલ ગરમ કરો અને ગરમ તેલમાં પૂરી ક્રિસ્પી અને રતાશ પડતી થાય ત્યાં સુધીમાં તળી લો. તળેલી પૂરીને પેપર નેપ્કિન પર કાઢીને થોડી વાર રહેવા દો અને પછી એરટાઈટ કન્ટેનરમાં ભરી લો. તૈયાર છે ક્રિસ્પી ટેસ્પી સાતપડી પૂરી આ મસ્ત મોસમમાં માણો મેથીનાં ગોટાની લુત્ફ: આ મસ્ત મોસમમાં માણો મેથીનાં ગોટાની લુત્ફ સામગ્રી 250 ગ્રામ મેથીની ભાજી 100 ગ્રામ લીલા ધાણા 300 ગ્રામ ચણાનો લોટ 100 ગ્રામ કણકીનો લોટ 50 ગ્રામ આદુ 8-10 લીલા મરચા 50 ગ્રામ દહીં 2 ટેબલ સ્પૂન તલ મીઠું , મરચુ હળદર સ્વાદ અનુસાર ખાંડ જરૂર મુજબ 1/2 ટેબલ સ્પુન સોડા તળવા માટે તેલ રીત - મેથીને ચૂંટીને તેને ઝીણી સમારી લો , સાથે જ કોથમીર પણ ધોઈને નિતારી લો અને તે પણ ઝીણી સમારી લો - હવે ચણાનાં લોટમાં ચોખાની કણકીનો લોટ ઉમેરો અને પાણી ઉમેરી ખીરુ તૈયાર કરો - તેમાં આદુ મરચાની પેસ્ટ ઉમેરો , સ્વાદ અનુસાર મીઠુ મરચુ અને હળદર ઉમેરો , ખાવાનો સોડા પણ ઉમેરો - હવે એક તરફ તેલ ગરમ કરવા મુકો તેલ એકદમ ગરમ આવી જાય એટલે ગેસ એકદમ ધીમો કરી દો. - ધીમી આચ પર તેમાં ખીરાનાં ઘોળનાં ગોટા ઉતારોળો - ગોટા ગોલ્ડન કલરનાં થાય ત્યાં સુધી તેને તળાવા દો - હવે આ ગોટાને તળેલાં મરચા , દહી અને ચટણી સાથે સર્વ કરો.

Related presentations


Other presentations created by saritadaka